- ધોરણ 11 માં સાયન્સ લેવાની અને ડોક્ટર એન્જિનિયર બનવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓ માટે મફતમાં 11 સાયન્સ ના ક્લાસીસ.
Valsad: પત્રકાર એકતા પરિષદ તાપી અને ઉડાન મોટીવેશનલ ગ્રુપનાસહયોગથી ધોરણ 10 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે તાપી જિલ્લામાં એક સુવર્ણ તક નિર્માણ કરવામાં આવી છે.જેમાં ધોરણ 11 માં સાયન્સ લેવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓ માટેમફતમાં ધોરણ 11 સાયન્સના ક્લાસીસ શરૂ કરવા રજીસ્ટ્રેશન કરવાની શરૂઆતત કરવામાં આવી છે.
આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓ સાયન્સ લેવાથી ગભરાતા હોય છે.કારણકે એમને કે એમના વાલીઓને સાયન્સનો અનુભવ હોતો નથી.ત્યારે આવા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટેતેઓ ડોક્ટર અને એન્જિનિયર બનીને પોતાનું ભવિષ્ય ઉજવળ કરી શકે તેવા હેતુથીપત્રકારોના સહયોગથી ટાર્ગેટ કોચિંગ એન્ડ કોમ્પ્યુટર એકેડમી દ્વારાઆવનાર 10 તારીખથી મફત 11 સાયન્સના ક્લાસ શરૂ કરવાનો આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રજીસ્ટ્રેશન કરાવીકોઈપણ વ્યક્તિ પોતાના બાળકને આ ક્લાસીસમાં મોકલી શકે છે.રજીસ્ટ્રેશન કરવા માટે 99793 91495 નંબર પર કોલ કરવા જણાવવામાં આવ્યું છે.અથવા રૂબરૂ આવીને ટાર્ગેટ કોચિંગ એન્ડ કોમ્પ્યુટર એકેડમી નવાગામ SBI બેન્ક ની બાજુમાં રોશની કોમ્પલેક્ષ સોનગઢ ખાતે ફોર્મ ભરી જવું.
સોનગઢમાં માત્ર 3000 રૂપિયામાં CCC અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરુ કરવામાં આવ્યા છે.
પત્રકારોના પ્રયત્નોથી સોનગઢ રોશની કોમ્પ્લેક્સ ટાર્ગેટ કોચિંગ એન્ડ કોમ્પ્યુટર એકેડમી ખાતે આ વર્ષેધોરણ 10 અને 12 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મફત સોકર ઈંગ્લીશના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.સાથે જ ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પણ કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવી શકે તેવા હેતુથીજે ટ્રિપલ સી ના ક્લાસ અને સ્પોકન ઇંગલિશના ક્લાસ સોનગઢ નગરમાં4500 ,7000 અને 8000 રૂપિયામાં ચલાવવામાં આવી રહ્યા છેતે ક્લાસ માત્ર 3000 રૂપિયામાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવી રહ્યો છે.પાછલા નવ વર્ષથી,આ સંસાર દ્વારા માત્ર 3000 રૂપિયામાંગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનેભારત સરકાર માન્ય ટ્રિપલ સી નો કોર્સ અને એની સાથે સ્પોકન ઇંગલિશ જીકે અને પર્સનલ ડેવલોપમેન્ટ નો કોર્સ કરાવવામાં આવી રહ્યો છેજેમાં આ વર્ષથી 11 સાયન્સના ક્લાસ પણ મફતત ચલાવવામાં આવશેજેનો લાભ લેવા લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે.