ભારત માં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ ની તપાસ માં ખાસ્સી મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે તેમાં ઝડપ લાવવા અમેરિકન કંપની એબોટે દ્વારા બનાવાયેલી રેપિડ કિટ ભારત માં આગામી તા. 18 એપ્રિલ સુધી ભારત આવી શકે છે. એબોટની તપાસ આ કિટ ગણતરીની મિનિટોમાં કરી દે છે. જો દર્દી પોઝિટિવ હોય તો પાંચ મિનિટમાં જણાવી દે છે અને જો નેગેટિવ હોય તો મ 13 મિનિટ નો સમય લાગે છે. આ કિટ વજનમાં પણ હલકી છે, જેનું સરળતા થી વહન થઈ શકે છે. . એબોટે એક મહિનામાં આવી 50 લાખ ટેસ્ટ કિટનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે. અમેરિકન રેગ્યુલેટર પણ આ ટેસ્ટ કિટની સ્વીકૃતિ આપી ચૂક્યું છે.
બીજી તરફ, દેશમાં કોરોના પ્રભાવિતોની ઓળખ કરવા માટે આરોગ્ય મંત્રાલય તેનો વ્યાપ વધારી રહ્યું છે કારણ કે, દુનિયાભરમાં તપાસ કિટની અછત છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, અમેરિકાથી પાંચ લાખ કિટ મંગાવી હતી.હાલમાં ખાનગી તપાસ લેબને કોવિડ-19ના સંભવિત દર્દીઓની તપાસનો અધિકાર અપાયો છે, પરંતુ તેમની પાસે તપાસ કિટ ઉપલબ્ધ નથી. આ પ્રકારના વિસ્તારોમાં કે જ્યાં મોટા પાયે સંભવિત દર્દીઓ છે, ત્યાં રેપિડ એન્ટિબોડી તપાસ કિટના ઉપયોગની મંજૂરી અપાઈ છે. આમ આગામી દિવસો માં કોરોના ની સ્થિતિ વકરવાની વકી ને ધ્યાને લઇ આઇસોલન વોર્ડ અને બેડ ની સંખ્યા વધારવા સાથે કીટ નો પણ ઓર્ડર આપી દેવાયો હોવાનું સામે આવી રહ્યુ છે.
Sunday, May 5