બોલિવૂડ જગતના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પોતાની જૂની વાતો સોશ્યલ મીડિયામાં કરતા રહે છે તેઓએ એક રમુજી કિસ્સો શેર કરતા જણાવ્યું કે એક જમાનો હતો કે જ્યારે બોલ બોટમ પેન્ટ પહેરવાનો જમાનો હતો ઉપરથી સાંકડું અને નીચેના ભાગે પહોળા આ પેન્ટમાં પોતે ઘણી ફિલ્મો કરી છે અને એક સમયતો પેન્ટમાં ઉંદર ઘુસી જતા ભારે અફરા તફરી સર્જાઈ હોવાની વાત તેઓએ કરી છે.
હાલમાં જ અમિતાભે 43 વર્ષ જૂની પોતાની ફિલ્મ ‘દો ઔર દો પાંચ’ અંગેની રમૂજી વાત શૅર કરી હતી. તેમણે બેલ બોટમ પેન્ટ પહેરવાથી કેવો ગેરફાયદો થાય તે કહ્યું હતું.
અમિતાભે સો.મીડિયામાં વર્ષો જૂની એક તસવીર શૅર કરી હતી. બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં બિગ બી બેલ બોટમ પહેરીને ફૂલ ઑન એક્શન મોડમાં જોવા મળે છે. આ તસવીર જોઈને ખ્યાલ આવે છે કે આ કોઈ એક્શન સીનની તસવીર છે.
અમિતાભ બચ્ચને પોતાની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘દો ઔર દો પાંચ’… આ ફિલ્મમાં કામ કરવાની ઘણી જ મજા આવી હતી. બેલ બોટમ્સ ને તે બધું..તે દિવસોમાં બેલ બોટમ ઘણું જ એટ્રેક્ટિવ હતું.
એકવાર હું થિયેટરમાં ફિલ્મ જોવા ગયો હતો ત્યારે એક ઉંદર મારા પેન્ટમાં ઘુસી ગયો હતો અને તે વખતે જે ભાગદોડ થઈ તે બેલ બોટમ માટે આભાર..’