સલમાન ખાન તેના રિયાલિટી શો ‘બિગ બોસ 16’થી ફરી એકવાર કમબેક કરવા જઈ રહ્યો છે.
આ વખતે શોમાં ઘણું બધું જોવા મળશે અને તેના કારણે દર્શકોની ઉત્તેજના પણ ઘણી વધી ગઈ છે. શોમાં ભાગ લઈ રહેલા સ્ટાર્સ વિશે દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે.
તેવા સમયે હવે એવા અહેવાલો છે કે જિયા માણેક, પ્રકૃતિ મિશ્રા અને રિદ્ધિમા પંડિત, જેઓ ‘બિગ બોસ ઓટીટી’નો ભાગ હતા તે શોમાં ભાગ લઈ રહ્યા છે.
વિગતો મુજબ ‘સાથ નિભાના સાથિયા’ના ગોપી બહુ એટલે કે જિયા માણેક શોમાં જોવા મળશે. જો કે આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સિવાય ‘બિગ બોસ ઓટીટી’માં જોવા મળેલી રિદ્ધિમા પંડિત હવે મુખ્ય બિગ બોસના ઘરમાં જોવા મળશે. બંનેના નામની ચર્ચા જોરમાં છે. આ સિવાય એક નામ જે સામે આવી રહ્યું છે તે છે પ્રકૃતિ મિશ્રાનું છે.
પ્રકૃતિ મિશ્રા ઓડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે, જે આ વર્ષે જુલાઈ મહિનામાં ઘણી ચર્ચામાં રહી હતી. એક પરિણીત અભિનેતા સાથે અભિનેત્રીના અફેરના અહેવાલો હતા, જેના પર અભિનેતાની પત્નીએ જાહેરમાં બંનેને પકડીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. આ સિવાય પ્રકૃતિનું નામ પણ ત્યારે ચર્ચામાં હતું જ્યારે તેનો MMS કથિત રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.