ટીવી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના દર્શકોને ફરી એક ખશખબર મળી શકે છે. આ વખતે સિરિયલમાં દયા ભાભીનું પાત્ર ભજવનાર મુખ્ય કલાકારની રિ-એન્ટ્રી થઇ ઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, ટીવીના જાણીતા શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી દયાબેનનો રોલ કરતી એક્ટ્રેસ દિશા વાકાણી હાલમાં આ સિરિયલનો ભાગ નથી. તેમના પરત આવવાની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં છે.
નોંધનિય છે કે દયાબેનનો રોલ કરતી દિશા વાકાણી 3 વર્ષ જેટલા સમયથી શોથી દૂર છે અને તેના સ્થાને કોઈ અન્ય એક્ટ્રેસને લેવામા આવી નથી. તે સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી અને તે પછી હજીસુધી શોમાં પરત ફરી નથી. ઘણીવાર દિશાના શોમાં પરત આવવાના એહવાલ આવ્યા પરંતુ દરવખતે તે ખોટા જ નીકળતા. પરંતુ હવે જે સંકેત મળ્યા છે તેનાથી દયાબેનની શોમાં વાપસી વધુ દૂર નથી તેમ કહી શકાય છે. આ વાત સંકેત દિશા વાકાણીએ પોતે જ આપ્યો છે.
દિશા વાકાણીએ તાજેતરમાં એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી હતી. જેમાં તે શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદી અને જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી તથા બબિતાનો રોલ કરતી એક્ટ્રેસ મુનમુન દત્તા પણ જોવા મળી રહી છે. હવે એ જોવાનું રહેશે કે, આ તસવીર દિશાને કેટલા વહેલા શોમાં પરત લાવવાના સંકેત આપી રહ્યાં છે. દયાબેનના શોમાં પરત આવવાથી શોની ટીઆરપીને ઘણો ફાયદો થઈ શકે છે. દયાબેનનો રોલ કરતા દિશા વાકાણીની ગેરહાજરીમાં અંજલિનો રોલ કરતી નેહા મેહતા અને સોઢીનો રોલ કરતા ગુરુચરણે પણ શો છોડી દીધો હતો. જોકે તેમના સ્થાને અન્ય કલાકારોને શોમાં લેવામા આવ્યા છે.