બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નમાં સામેલ થવા માટે અંબાણી પરિવાર જોધપુર પહોંચી ગયો છે. અંબાણી પરિવાર તરફથી મુકેશ અંબાણી, ઈશા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ અને પત્ની નીતા અંબાણી લગ્નમાં સામેલ થવા માટે જોધપુર ઉમ્મેદ પેલેસ પહોંચ્યા છે.
11 ડિસેમ્બરના ઈશા અંબાણીના પણ લગ્ન છે, છતા પ્રિયંકાના લગ્ન પહેલા જ ઉમ્મેદ ભવન પેલેસ પહોંચી છે. પ્રિયંકાના બેચલર પાર્ટીમાં ઈશા અંબાણી પણ જોવા મળી હતી.પ્રિયંકાના લગ્નમાં આશરે 100 મહેમાન આવશે. આ તમામ મહેમાનો માટે હોટલના તમામ રૂમ બુક કરવામાં આવ્યા છે. પ્રિયંકા અને નિક માટે મહારાજા સ્યૂટ અને મહારાની સ્યૂટ બુક છે. આ લગ્નમાં જે મહેમાન પહોંચ્યા છે તેમને ખાસ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે.am