મુંબઇઃ બોલીવુડના ફેમસ કોરિયોગ્રાફર અને ઘણા ડાન્સ શોમાં જજની ભૂમિકા નીભાવનાર ડાન્સર અને કોરિયોગ્રાફર રેમો ડિસુઝાને આજે સાંજે હાર્ટ એટેક આવ્યો છે. હૃદયનો હુમલો આવ્યા બાદ તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રેમો ડિસુઝાની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાઈ છે અને તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. તેની પત્ની લિઝેલ તેની સાથે છે. રેમોને આઇસીયુથી સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. રેમો ડિસુઝા ભારતીય કોરિઓગ્રાફર અને દિગ્દર્શક છે. તે હિન્દી સિનેમામાં તેની શ્રેષ્ઠ કોરિયોગ્રાફી અને ફિલ્મ્સ ‘ફાલતૂ’ અને ‘એબીસીડી’ માટે જાણીતા છે.
Mumbai: Choreographer and director Remo D’souza admitted to a hospital after suffering a heart attack. He is stable and not in the ICU.
(Pic courtesy: Remo D’souza’s Facebook) pic.twitter.com/lsLVgDYBLG
— ANI (@ANI) December 11, 2020
જણાવી દઈએ કે, રેમો ડિસુઝાએ ઘણી હિટ ફિલ્મ્સના ગીતોની કોરિયોગ્રાફી કરી છે. આ પછી, તે ડાન્સ ઈન્ડિયા ડાન્સના જજ પણ હતા. એક સફળ કોરિયોગ્રાફર બન્યા પછી, તેમણે દિગ્દર્શનની દુનિયામાં પણ હાથ અજમાવ્યો અને ફિલ્મ ફાલતૂનું નિર્દેશન કર્યું. આ પછી, વર્ષ 2013માં, તેમણે ડાન્સ આધારિત ફિલ્મ એબીસીડીનું નિર્દેશન કર્યું. આ ફિલ્મ ઘણી ચાલી હતી, ત્યારબાદ તેમણે 2015માં એબીસીડી 2નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને પ્રભુદેવ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ.
કોરિયોગ્રાફી અને ફિલ્મના નિર્દેશન ઉપરાંત, રેમો ડિસુઝા પણ એક સફળ જજ છે. ડાન્સ ઈન્ડિયા ડાન્સ ઉપરાંત, તે કલર્સના શો ઝલક દિખલાજા અને સ્ટાર પ્લસ ‘ડાન્સ પ્લસ’ના જજ પણ રહી ચૂક્યા છે.