વીતેલી પેઢીના દમદાર ગણાતા ફિલ્મ અભિનેતાઓ અક્ષય કુમાર અને આમીર ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધાર્યા મુજબ દેખાવ કરી શકતા બંને નવી ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર પીટાઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે શુક્રવારે લાલ સિંહ ચઢ્ઢાએ પહેલા દિવસે 11.50 કરોડ અને બીજા દિવસે 8 કરોડ જેટલો બિઝનેસ કર્યો છે.
જ્યારે અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધને પહેલા દિવવસે 8.20 કરોડ અને બીજા દિવસે 6.40 કરોડનો બિઝનેસ કર્યો છે.
ખાસ ટ્રાફિક નહિ જળવાતા શુક્રવારે થીયેટર માલિકોએ આખરે આ બંને ફિલ્મોના શો પણ ઘટાડી દેવાની ફરજ પડી છે, લાલ સિંહ ચઢ્ઢાના 1300 જેટલા અને રક્ષાબંધનના 1000 જેટલા શો ઓછા કરી દેવાયા હોવાના અહેવાલ છે.
જોકે શનિવાર, રવિવાર અને સોમવારે 15 ઓગસ્ટની રજાના કારણે બંને ફિલ્મના મેકર્સને મોટી આશા હતીકે રજાના દિવસોમાં ફિલ્મના કલેક્શનમાં મોટો ઉછાળો આવશે અને કમાવાનું મળશે.
જોકે લોકોએ અત્યાર સુધી બંને ફિલ્મોને ખાસ પ્રતિસાદ નહિ મળતા હવે આ બંને મોટા સ્ટાર્સની ફિલ્મો સુપર ફ્લોપની શ્રેણીમાં ધકેલાઈ જવાનું જોખમ ઉભું થયું છે.
