બોલિવુડની હિરોઇન શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બાંચે આજે સોમવારે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર અશ્લિલ ફિલ્મો બનાવાનો આરોપ મૂકાયો છે.
બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસ મેન રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ઘણા કલાકો સુધી રાજ કુંદ્રાની પુછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી છે.
Businessman Raj Kundra has been arrested by the Crime Branch in a case relating to creation of pornographic films & publishing them through some apps. He appears to be the key conspirator. We have sufficient evidence regarding this: Mumbai Police Commissioner pic.twitter.com/LbtBfG4jJc
— ANI (@ANI) July 19, 2021
રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલીક એપ મારફતે રિલિઝ કરવાના મામલે ધરપકડ કરી છે.
સોમવારે જ શિલ્પા શેટ્ટીના પતિ રાજને ક્રાઇમ બ્રાન્ચ તરફથી સમન્સ મોકલવામાં આવ્યુ હતુ. આ પહેલી ઘટના નથી જેમાં રાજ કુંદ્રા વિવાદમાં ફસાયો હોય.
આ અગઉ મોડલ અને અભિનેત્રી પૂનમ પાડે એ રાજ કુંદ્રા અને તેના સહયોગી વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પૂનમે આરોપ મૂક્યો હતો કે રાજ કુંદ્રાની કંપનીએ તેના ફોટોના ખોટો ઉપયોગ કર્યો છે.