સૈફ અલીખાન રાવણને જસ્ટિફાય કરવુ ભારે પડ્યુ છે અને તેની આવનાર આગામી ફિલ્મ આદિપુરુષને બાયકોટ કરવા અંગે ટ્વિટર ઉપર #BoycottAdipurush ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ. સૈફ અલીખાને તાજેતરમાં જ ઇતિહાસને લઇને આપેલા નિવેદન અંગે ઘણા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઓમ રાઉતની આગામી ફિલ્મ આદિપુરુષમાં સૈફ ફરીવાર એક નેગેટિવ રોલમાં દેખાશે. હજી તો ફિલ્મ બનવાની શરૂઆત જ નથી ત્યાંજ એક નિવેદનને કારણે સૈફ અલીખાન ફરી વિવાદમાં ઘેરાયા છે.
વાત એમ છે કે ઓમ રાઉત રામાયણની કહાની અંગે ભારે-ભરખમ બજેટની ફિલ્મ આદિપુરુષ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં બાહુબલી સ્ટાર પ્રભાસ, સીતાની ભૂમિકામાં કૃતિ સેનન જ્યારે રાવણના પાત્રમાં સૈફ અલીખાન દેખાશે. હજી પણ ફિલ્મનું શુટિંગ પણ થયુ નથી ત્યારે સૈફ અલીખાનના એક નિવેદનથી લોકો નારાજ થયા અને સોશિયલ મીડિયા પર #BoycottAdipurush ટ્રેન્ડ થવા લાગ્યુ.
એવું તે શું કર્યુ સૈફ અલીખાને?
તાજેતરમાં સૈફ અલીખાને એક ઇન્ટરવ્યૂહમાં આદિપુરુષમાં પોતાના પાત્ર અંગે વાત કરતા કહ્યુ કે, ફિલ્મમાં રાવણનું પાત્ર ખરાબ નથી પરંતુ માનવીય અને રસપ્રદ દેખાડવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ કે, એક આવા રાક્ષસ રાજાનું પાત્ર ભજવવુ રસપ્રદ છે પરંતુ અમે તેને દયાળુ બનાવી દઇશુ, જેમાં સીતાના હરણને ન્યાયસંગત દેખાડવામાં આવશે અને રાવણના રામ સાથેના યુદ્ધને એક બદલાની ભાવના સ્વરૂપે દેખાડીશુ જે લક્ષ્મણ દ્વારા તેની બહેન સૂપર્ણખાનું નાક કાપવા બદલ લડ્યુ હતુ.