બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમી એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ ગઈ છે. શબાના આઝમીની કારનો અકસ્માત થયો છે. બોમ્બે-પુણે હાઇવે પર આ અકસ્માત થયો હતો. શબાના તેની કારમાં હતી. તેમની કાર ટકરાઈ હતી જેના કારણે તેને ઈજા પહોંચી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ શબાનાને પનવેલની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ખાલાપુર નજીક અકસ્માતમાં અભિનેત્રી શબાના આઝમી ઘાયલ થઈ હતી, તેની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. તેને પનવેલની એમજીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તે મુંબઇથી પુણે તરફ જઇ રહી હતી. જાવેદ અખ્તર પણ કારમાં હાજર હતા. પરંતુ તે સુરક્ષિત છે.
ગઈકાલે રાત્રે શબાના આઝમીએ 5 સ્ટાર હોટલમાં તેના પતિ જાવેદ અખ્તરના જન્મદિવસની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં બોલિવૂડની હસ્તીઓ હાજર રહી હતી. આ પાર્ટી દરમિયાન શબાના અને તેના સાવકા પુત્ર ફરહાન અખ્તરે ઘણી મસ્તી કરી હતી. પરંતુ હવે આ સમાચાર તેના ચાહકો માટે ખૂબ જ ચોંકાવનારો છે. અકસ્માત બાદ શબાનાની તબિયત અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
શબાના ઘણીવાર તેની નિખાલસતા અને સ્પષ્ટવક્તાને કારણે હેડલાઇન્સમાં રહે છે. લોકોને તેના અભિનયની શૈલી ગમે છે. તાજેતરમાં તેની માતા અને લેખક શૌકત આઝમીનું અવસાન થયું.