મુંબઈ : ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની દર વર્ષે તેના કેલેન્ડર માટે ફોટોશૂટ કરે છે, જેમાં દરેક મોટો સ્ટાર જોવા મળે છે. આ વર્ષનું ફોટોશૂટ પૂર્ણ થઈ ગયું છે અને હવે ડબ્બુ પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ સ્ટાર્સની તસવીરો શેર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણે હવે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેને દર્શકો ખૂબ પસંદ કરે છે. આ તસવીરમાં જેક્લીન ફર્નાન્ડીઝની બોલ્ડ અંદાજે ચાહકોને દિવાના કરી દીધા છે.
ડબ્બુએ જેક્લીનની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં અભિનેત્રી પલંગ પર બેઠેલી છે અને તેણે પોતાને ચાદરથી ઢાંકી દીધી છે. તસવીર શેર કરતા ડબ્બુએ લખ્યું, ‘વહેલી સવારે ઉઠો જેથી અન્ય લોકો સપના જોતા હોય ત્યારે તમે તમારા સપના પૂરા કરી શકશો’. જેક્લીનની આ તસવીર પર લોકો તેમનું દિલ હારી રહ્યા છે અને સાથે જ તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
આ સિવાય જો જેક્લીન ફર્નાન્ડીઝની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં હોરર કોમેડી ફિલ્મ ‘ભૂત પૂલીસ’માં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનો તેનો પહેલો લૂક બહાર આવ્યો હતો, જેના પછી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ 17 સપ્ટેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. ‘ભૂત પૂલીસ’માં જેકલીન ઉપરાંત યામી ગૌતમ સૈફ અલી ખાન અને અર્જુન કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.