અજય દેવગન પોતાના પરિવારને લઇને ખાસ્સો પ્રોટેક્ટિવ છે. અજયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, ”ન્યાસા ફક્ત 14 વર્ષની છે. લોકો આ ભૂલીને કંઈ પણ બકવાસ કરે છે. તેણે લોંગ શર્ટ પહેર્યુ હતુ અને નીચે શોર્ટ્સ પહેર્યુ હતુ. ટીશર્ટ લાંબી હોવાથી શોર્ટ્સ દેખાયુ નહિ અને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે.”
અજય દેવગન વધુમાં જણાવ્યુ કે, ”હુ નથી જાણતો આ કેવા પ્રકારના લોકો છે. હું ફોટોગ્રાફર્સને કહીશ કે તે સ્ટાર કિડ્સને એકલા છોડી દે. પેરેન્ટ્સ ફેમસ છે તેની સજા બાળકો કેમ ભોગવે ? બાળકોને સ્પેસ જોઇએ. તે દર વખતે તૈયાર થઇને ન ફરી શકે. આ પ્રકારની ચીજો દુખ છે. મારો દિકરો અમુક ચીજાને લઇને ખાસ્સો સતર્ક રહે છે.”
અજયે કહ્યું, “એક દિવસ હું આઈપેડ પર કંઈ જોઈ રહ્યો હતો અને યુગ ટીવી જોઇ રહ્યો હતો. ત્યારે મેં તેને કહ્યુ કે તે બહુ ટીવી જોઇ લીધુ, હવે સૂવાનો ટાઇમ થઇ ગયો છે. તો તેણે તરત મને કહ્યુ કે, તમે કેમ આઇપેડ ખોલીને બેઠા છો? મેં તેને સમજાવ્યું કે હું આખો દિવસ કામ કરુ છું અને માત્ર એક કલાક જ કંઇક જોવા માટે મળે છે. ત્યારે તેણે કહ્યુ તમે કામ નથી કરતા, ફિલ્મનું પ્રમોશન કરો છો.”