Anant Ambani: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. આ પહેલા જાણીએ અનંત શું કામ કરે છે અને તેની નેટવર્થ શું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા તૈયાર છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થવા જઈ રહ્યા છે. આ લગ્નમાં દેશ અને દુનિયાની તમામ પ્રતિષ્ઠિત હસ્તીઓ ભાગ લેશે.
લગ્ન પહેલા, અનંત અને રાધિકાના મામેરુ, સંગીત, મહેંદી અને હલ્દીની વિધિ ખૂબ જ ધામધૂમથી પૂર્ણ થઈ હતી. મુકેશ અંબાણી પોતાના પુત્ર અનંતના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યા છે. મુકેશ અંબાણીની સંપત્તિ વિશે દરેક વ્યક્તિ વાકેફ છે. પરંતુ શું તમે અનંત અંબાણીની નેટવર્થ વિશે જાણો છો?
અનંતે બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનો જન્મ 10 એપ્રિલ 1995ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. જ્યારે અનંત અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી કોલેજનો અભ્યાસ કર્યો હતો. તેણે સ્નાતકની ડિગ્રી મેળવી છે.
View this post on Instagram
અનંત અંબાણી શું કામ કરે છે?
મુકેશ અંબાણીના ત્રણેય બાળકો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક જવાબદારીઓ સંભાળી રહ્યા છે. અનંત વિશે વાત કરીએ તો, અનંત રિલાયન્સમાં એનર્જી બિઝનેસ સંભાળે છે. તમને જણાવી દઈએ કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પુત્ર અનંત ગ્રીન અને રિન્યુએબલ એનર્જીના વૈશ્વિક ઓપરેશનની કમાન સંભાળે છે.
અનંતને Jioમાં પણ મહત્વની જવાબદારી મળી છે.
આ સિવાય અનંત અંબાણી Jio અને Reliance Retail માં પણ સક્રિય છે. મે 2022 માં, અનંતને રિલાયન્સ રિટેલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2020માં તેને Jio પ્લેટફોર્મના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ બધા સિવાય અનંત રિલાયન્સ ફાઉન્ડેશન બોર્ડના સભ્ય પણ છે.
અનંત 18 કરોડ રૂપિયાની ઘડિયાળ પહેરે છે.
મોંઘા કપડા પહેરવાની સાથે અનંત અંબાણી મોંઘી એક્સેસરીઝ પણ રાખે છે. તાજેતરમાં જ તેણે સંગીત સેરેમની દરમિયાન 3,43,97,138 કરોડ રૂપિયાની ઘડિયાળ પહેરી હતી. જ્યારે આ પહેલા અનંતે વર્ષ 2023માં ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ઉદ્ઘાટન વખતે પાટેક ફિલિપ નામની કંપનીની ઘડિયાળ પહેરી હતી. જેની કિંમત 18 કરોડ રૂપિયા હતી.
View this post on Instagram
અનંત અંબાણીની નેટવર્થ.
મુકેશ અંબાણીની જેમ તેમના તમામ બાળકો પણ ખૂબ જ અમીર છે. અનંત અંબાણીની નેટવર્થની વાત કરીએ તો તેમની પાસે હજારો કરોડ નહીં પણ લાખો કરોડની સંપત્તિ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અનંતની કુલ નેટવર્થ રૂ. 3,44,000 કરોડ ($45 બિલિયન) છે. અનંતના કાર કલેક્શનમાં રોલ્સ રોયસ કુલીનન, બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી, રૂ. 6.95 કરોડની બેન્ટલી બેન્ટાગ્યા અને રૂ. 4.22 કરોડની લેમ્બોર્ગિની ઉરુસનો સમાવેશ થાય છે.