બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર તથા મલાઈકા અરોરાના લગ્નને લઈ છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે, એવું કહેવાઈ રહ્યું છે કે પરિવારના દબાણને કારણે હાલમાં બંનેએ લગ્ન ના કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના મતે, પહેલાં અર્જુન તથા મલાઈકા એપ્રિલમાં લગ્ન કરવાના હતાં. જોકે, પછીથી બંનેએ લગ્ન પોસ્ટપોન કર્યાં હતાં. અર્જુન કપૂરના પિતા બોની કપૂર તથા બહેનો આ લગ્નની વિરૂદ્ધમાં છે. તેઓ અર્જુનને આ લગ્ન ના કરવા માટે સમજાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર 33 વર્ષનો છે જ્યારે 45 વર્ષીય મલાઈકા ડિવોર્સી તથા 15 વર્ષના દીકરાની માતા છે. અર્જુન તથા મલાઈકાની ઉંમરમાં 12 વર્ષનો તફાવત હોવાથી કપૂર પરિવાર આ લગ્નની વિરૂદ્ધમાં છે.