મુંબઈ : પંજાબી સિંગર-એક્ટ્રેસ તેમજ બિગબોસ શોથી ખ્યાતિ મેળવનાર શેહનાઝ ગિલનું નવું ગીત આવી ગયું છે. આ વખતે તે ટોની કક્કરના વીડિયો સોંગમાં જોવા મળી રહી છે. 17 જુલાઈ, શુક્રવારે ‘કુર્તા પજામા’ વિડીયો સોંગ ઓનલાઇન રિલીઝ કરાયું હતું. આ ગીતમાં ટોની કક્કર પોતે શેહનાઝ ગિલ સાથે જોવા મળે છે.
‘કુર્તા પજામા’માં શેહનાઝ ગિલ ખૂબ જ સારી લાગી રહી છે. તે બિગ બોસના દિવસો કરતા પણ વધુ ફીટ અને સ્લિમ લાગી રહી છે. ગીતની શરૂઆતમાં તે એક પંજાબી કુડીની જેમ જોવા મળે છે. વળી, 2 મિનિટથી વધુ લાંબા આ વીડિયો ગીતમાં પણ શેહનાઝ વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળી રહી છે. તે જ સમયે, દેખાવની વાત કરવામાં આવે ત્યારે ટોની કક્કર પણ સારા દેખાઈ રહ્યો છે. ગીતમાં ટોની કક્કરનો અભિનય પણ સરસ છે.
ગીત અહીં જુઓ …