2019ની શરૂઆત બોલિવૂડ માટે સૌથી ખરાબ રીતે થઈ છે. બોલિવૂડ એક્ટર કાદર ખાન છેલ્લાં 5-6 દિવસથી કેનેડાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
રિપોર્ટ્સ પ્રમાણે, કાદર ખાનની આંખો ખુલ્લી હતી. ત્રણ દિવસ પહેલાં તેઓ પરિવાર સાથે આંખના ઈશારાથી કામ કરતાં હતાં પરંતુ પછી કોઈ જ રિસ્પોન્સ આપ્યો નહોતો. પહેલાં તેમને BiPap વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં અને પછી તેમને અને વાલ્વ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતાં. આનાથી તેમને હાઈ વોલ્યુમ ઓક્સિજન મળ્યો હતો.
તેઓ પીએસપીનો શિકાર બન્યા હતા. પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લિયર પાલ્સી(પીએસપી) એક અસામાન્ય માથાનો વિકાર છે. જે શરીરની ગતિ, ચાલવા દરમિયાનનું બેલેન્સ, બોલવામાં, ખાવામાં, જોવામાં, માનસિક સ્થિતિ તથા શરીરના હલન-ચલનને પ્રભાવિત કરે છે. આ ડિસઓર્ડર માથામાં નર્વ સેલ્સને નષ્ટ થવાને કારણે થાય છે.