બોલિવૂડ એક્ટર રીષિ કપૂરે ઓક્ટોબર મહિનામાં પોતે બીમાર હોવાને કારણે ન્યૂયોર્કમાં સારવાર કરાવવા જાય છે તે અંગેની ટ્વિટ કરી હતી. જોકે, તે સમયે રીષિ કપૂરે એ વાત નહોતી જણાવી કે તેને કઈ બીમારી છે. હાલમાં જ રીષિ કપૂરે ન્યૂયોર્કમાં પત્ની, દીકરા, દીકરી-જમાઈ તથા આલિયા ભટ્ટ સાથે નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. નીતુસિંઘ નવા વર્ષની શુભેચ્છા સાથે એમ લખ્યું હતું કે આશા છે કે ભવિષ્યમાં કેન્સર માત્ર રાશિ જ હશે. નીતુ સિંહની આ વાતથી એવો અંદેશો લગાવવામાં આવી રહ્યો છે કે રીષિ કપૂરને કેન્સરની બીમારી છે. તસવીરમાં રીષિ કપૂર અશક્ત લાગે છે.
નીતુએ નવા વર્ષના સેલિબ્રેશનની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું, ”હેપ્પી 2019 કોઈ જ સંકલ્પો નહીં અને માત્ર નવા વર્ષની શુભેચ્છા..ઓછું પ્રદૂષણ, ટ્રાફિક. આશા છે કે કેન્સર માત્ર રાશિ જ હશે. કોઈ જ નફરત નહીં અને ગરીબી ઘટે. બધા ખુશી અને પ્રેમથી સાથે રહે.” નીતુ સિંહની આ વાતથી અનેક ચાહકોને નવાઈ લાગી છે અને તેઓ રીષિ કપૂરના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે.