Chhaava Controversy: Chhaava ના રિલીઝ પર ખતરો, ડાયરેક્ટરનો મોટો નિર્ણય- શું દૂર થશે વિવાદજનક સીન?
Chhaava Controversy: ફિલ્મ છાવામાં વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાના અભિનય પર વિવાદ વધી રહ્યો છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ઉદય સામંતે ફિલ્મમાંથી એક વાંધાજનક નૃત્ય દ્રશ્ય દૂર કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે જો આ ડાન્સ સીન ફિલ્મમાંથી દૂર કરવામાં નહીં આવે તો ફિલ્મની રિલીઝ બંધ કરવામાં આવશે. આ વધતા વિવાદ વચ્ચે, ફિલ્મના દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે.
ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરે શું કહ્યું?
ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરે તાજેતરમાં મહારાષ્ટ્ર નવ નિર્માણ સેવા ના નેતા અમય ખોપકર અને MNSના પ્રમુખ રાજ ઠાકરે સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન ઉતેકરે કહ્યું, “જો કોઈને ફિલ્મમાંથી દુખ થયું છે તો અમે તે દ્રશ્ય દૂર કરી દઈશું. ફિલ્મ કરતાં મહત્વપૂર્ણ છે મહારાષ્ટ્રના લોકો અને તેમનો ઇતિહાસ.” તેમણે એ પણ કહ્યું કે, ફિલ્મના પ્રીમિયર પહેલાં ઇતિહાસકારોને અને સંલગ્ન લોકોને બોલાવવામાં આવશે, જેથી તેઓને ફિલ્મ દર્શાવવામાં આવે અને તેમની રાય લેવામાં આવે.
View this post on Instagram
કયા દ્રશ્યને કારણે વિવાદ થયો?
છાવા ના ટ્રેલર રિલીઝ થયા પછી, મરાઠા સમાજમાં એક દ્રશ્યને લઈને વિવાદ ઊભો થયો છે. મરાઠા સંગઠન ‘સંભાજી બ્રિગેડ’એ ફિલ્મમાં વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાના ડાન્સ નમ્બર પર વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ દ્રશ્ય દ્વારા સંભારાજી મહારાજનો અપમાન કરવામાં આવ્યો છે. આ વિવાદ પછી અનેક રાજકીય પાર્ટીઓએ પણ ફિલ્મના દ્રશ્ય પર વાંધો ઉઠાવ્યો છે.
છાવામાં વિકી કૌશલ, સંભાજી મહારાજના પાત્રમાં, અને રશ્મિકા મંધાના, યેસુબાઈની ભૂમિકામાં છે. જ્યારે, અક્ષય ખન્ના આ ફિલ્મમાં ઔરંગઝેબની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.