મુંબઈ : દેશમાં કોરોના વાયરસ અટકવાનું નામ લઇ રહ્યો નથી. આવી સ્થિતિમાં સરકાર સાથે બોલીવુડના તમામ સ્ટાર્સ દૈનિક વેતન મજૂરોથી લઈને દરેકની મદદ કરવામાં રોકાયેલા છે. સુપરસ્ટાર સલમાન ખાને શરૂઆતમાં દૈનિક વેતન મજૂરોને મદદ કરવાનું વચન આપ્યું હતું અને હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે તે આ ઉદ્યોગના નાના (વામન) કલાકારોની પણ આર્થિક મદદ કરશે.
સલમાન ખાન ઉમદા કામ કરે છે
સલમાન ખાને હવે FWICEના ઓલ ઈન્ડિયા એસોસિયેશન ઓફ સ્પેશિયલ આર્ટિસ્ટ્સ (એઆઈએસએએ) ના સભ્યોને આર્થિક મદદ કરવા માટે પોતાનો હાથ આગળ લંબાવ્યો છે. સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં કામ કરી ચુકેલા એક્ટર પ્રવીણ રાણાએ આ અંગેની જાણ કરી છે.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘અમારા માટે કોઈ વિચારતું નથી, પરંતુ સલમાન ભાઈ આવા મુશ્કેલ સમયમાં અમારી સાથે ઉભા છે. મંગળવારે અમને ખબર પડી કે અમારા ખાતામાં 3,000 રૂપિયા જમા થઈ ગયા છે. કોઈ અન્ય અભિનેતા અમારી મદદ કરવા આગળ આવ્યો નથી. ફિલ્મ્સના શૂટિંગ દરમિયાન પણ સલમાન હંમેશા કહેતા હતા કે જરૂર પડે તો તરત જ તેનો સંપર્ક કરવો.