Crazxy Release Date: ‘તુમ્બાડ’ની દાદી અને હસ્તરે ‘ક્રેઝી’ની રિલીઝ ડેટ જાહેર કરી
Crazxy Release Date: ‘તુમ્બાડ’, ‘દહાડ’ અને ‘મહારાણી’ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત સોહમ શાહે તેમની આગામી ફિલ્મ ‘ક્રેઝી’ ની રિલીઝ તારીખ એક ખાસ રીતે જાહેર કરી. તેમણે તેમની ફિલ્મના પ્રતિષ્ઠિત પાત્રો હસ્તર અને દાદી સાથે ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરી.
સોહમ શાહની ‘તુમ્બાડ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી અને ફિલ્મના ચાહકો હવે તેમની આગામી ફિલ્મ ‘ક્રેઝી’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે, ફિલ્મ ‘ક્રેઝી’ ની રિલીઝ તારીખ 28 ફેબ્રુઆરી 2025 નક્કી કરવામાં આવી છે. સોહમ શાહે ‘તુમ્બાડ’ ના પ્રખ્યાત પાત્રો હસ્તર, દાદી અને વિનાયકને એક ફ્રેમમાં લાવીને આ જાહેરાત માટે એક ખાસ વિડિઓ રિલીઝ કર્યો.
વીડિયો શેર કરતા સોહમ શાહે કેપ્શનમાં લખ્યું, “આપણા પ્રિય દાદી અને હસ્તર ખાસ કરીને CRAZXY ની રિલીઝ તારીખ જાહેર કરવા માટે ખૂબ જ ક્રેઝી રીતે ભેગા થયા છે… કારણ કે હવે બધું ક્રેઝી થવાનું છે.”
View this post on Instagram
આ ફિલ્મની રિલીઝ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે, ખાસ કરીને ‘તુમ્બાડ 2’ માટે, જેની જાહેરાત થોડા સમય પહેલા સોહમ શાહે કરી હતી. ‘ક્રેઝી’ સોહુમ શાહ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે, અને આ ફિલ્મનું દિગ્દર્શન અને લેખન ગિરીશ કોહલી દ્વારા કરવામાં આવ્યું છે.