દીપિકા પાદુકોણના લગ્ન બાદ દીપિકા પ્રેગનેન્સીની અફવા કૂબ ઉડી હતી. તેવામાં હવે દીપિકાએ તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં પ્રેગનેન્સીના પ્રેશર વિશે જણાવ્યું. દીપિકાએ પોતાની પ્રેગનેન્સીની ખબરોને ફગાવતાં કહ્યું કે ક્યારેક તો તે મા બનશે જ. તેણે કહ્યું કે કોઇપણ મહિલા અથવા દંપત્તિ પર પેરેન્ટ બનવા પર દબાણ કરવું યોગ્ય નથી.
દીપિકાએ કહ્યું કે જ્યારે આ થવાનું હશે ત્યારે થઇ જશે. દરેક જગ્યાએ આજકાલ મને આ જ સાંભળવા મળી રહ્યેં છે. ખાસ કરીને જેના બાળકો છે. હા એક સમયે આ થશે જ પરંતુ હાલ આ વાત કરવાનો કોઇ અર્થ નથી.
દીપિકાએ વધુમાં જણાવ્યું કે જે દિવસે મહિલાઓને મા બનવા પર સવાલ કરવાનુ છોડી દેવામાં આવશે તે જ દિવસે આપણે હકીકતમાં કોઇ બદલાવ લાવી શકીશું.