સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ શરૂઆતથી જ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી છે. પછી ભલે તે ફિલ્મના પોસ્ટરની વાત હોય કે, ટ્રેલરની, દરેક વખતે ફિલ્મ પ્રશંસા અથવા ટીકાઓનો સામનો કરતી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મના ગીત ‘ઘૂમર’માં દીપિકા પદુકોણે જે ડ્રેસ પહેર્યો છે તેની કિંમત 30 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે.
ફિલ્મમાં રાણી પદ્માવતીનું પાત્ર ભજવી રહેલી દીપિકાને આ ભૂમિકામાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. હાલમાં જ રિલીઝ થયેલા ગીત ‘ઘૂમર’માં તે રાજસ્થાની ડાન્સ કરતી દેખાઈ રહી છે. આ ફિલ્મ પોતાના ભવ્ય સેટ અને પાત્રોના કોસ્ચ્યૂમના લીધે પહેલેથી જ ખૂબ ચર્ચામાં છે. આવામાં દીપિકાનો આ કિંમતી ડ્રેસ લોકોની ઉત્સુકતામાં ઉમેરો કરી રહ્યો છે.
સંજય લીલા ભણસાલી પોતાની ફિલ્મોમાં પરફેક્શન માટે જાણીતા છે, 25 ઓક્ટોબરે રિલીઝ થયેલા ગીતને યૂટ્યૂબ પર 2 કરોડથી વધારે લોકોએ જોયું છે. ‘પદ્માવતી’ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે.