દીપિકા પાદુકોણે બોલીવુડમાં એક નવી સફળતા પ્રાપ્ત કરી છે અને લગભગ દરેક ફિલ્મોમાં એ પોતાના ધમાકેદાર અભિનયથી લોકોને ચોંકાવી દે છે. તાજેતરમાં એને લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર 2019 ઓવોર્ડ ફંક્શનમાં દેખવા મળી હતી અને એ વધારે સુંદર લાગી રહી હતી. અહીંયા એને વાત કરતા રાજકારણના વિષયને લઇને ચર્ચા પણ કરી. એનું કહેવું હતું કે એ પોલિટિકલ માટે વધારે જાણકારી રાખતી નથી પરંતુ એને પસંદ છે.
ભવિષ્યમાં પોલિટિક્સ જોઇન કરવાને લઇને એને ઘણું બધું સ્પષ્ટ કરી દીધું છે. દીપિકા પાદુકોણનું કહેવું છે કે… સાચુ કહું તો રાજકારણ માટે વધારે જાણકારી નથી પરંતુ મને તક મળે તો હું સ્વચ્છ ભારતની મિનિસ્ટર બનાવાનું પસંદ કરીશ.
મને સફાઇ કરવી વધારે પસંદ છે. દીપિકા પાદુકોણે પોતાના બાળપણનો એક કિસ્સો શેર કર્યો અને જણાવ્યું કે જ્યારે હું નાની હતી તો બધા મને રહેવા માટે બોલાવતા હતા અને મને લાગતું હતું કે હું ખૂબ ફેમસ છું.
પરંતુ બાદમાં મને જાણવા મળ્યું કે એ મને માત્ર એટલા માટે બોલાવતા હતા કે હું એમના બેડરૂમ અને કબાટને સાફ કરી શકું. હું જ્યારે પણ ઘરે હોવ તો સફાઇ કરતી રહું છું. દીપિકા પાદુકોણ ઘણા સમયથી ફિલ્મોમા નજરે પડી નથી અને હવે એ છપાકનું શૂટિંગ શરૂ કરી શકે છે.
નોંધનીય છે કે સુપરસ્ટાર ગોવિંદા પણ રાજકારણનો ભાગ રહ્યો છે. એને ઘણા સમય સુધી એમાં કામ કર્યું છે. વિનોદ ખન્ના પણ રાજકારણમાં ઘણા સમય સુધી મોટું નામ રહ્યા હતા. અભિનેતા પરેશ રાવલ આ સમેય ભાજપના નેતા છે. એમને ઘણા પ્રસંગોમાં જોવા મળ્યા છે.