સુપરસ્ટાર રજનીકાંતે દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે.
રજનીકાંતે કહ્યું કે, કેન્દ્ર સરકારને હિંસા પર કડક કાર્યવાહી કરવી જોઈતી હતી. તેમણે વધુમાં કહ્યું કે, આ કેન્દ્ર સરાકારની ખુફિયા તંત્રની વિફલતા છે અને તે કેન્દ્ર સરકારની ખૂબ નિંદા કરે છે.
રજનીકાંતે કહ્યું કે, વિરોધ પ્રદર્શનોમાં હિંસા થવી જોઈએ નહી અને જો નાગરિકતા સુધારા કાયદોથી મુસ્લિમોને કોઈ નુકસાન થાય છે તો તે તેમની સાથે છે. તેમણે કહ્યું હતું કે મીડિયા અને રાજકીય વિશ્લેષકોનું એક જૂથ તેમને ભાજપ સાથે જોડી રહ્યું છે અને આ સંપૂર્ણપણે ખોટું છે.