બૉલિવૂ઼ડની ફેમસ અભિનેત્રી દિશા પટણી પાસે હાલ ઘણી ફિલ્મો છે. દિશા ધીમે-ધીમે ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે. દિશાની આગામી ફિલ્મ ‘મલંગ’ છે. આ પહેલાં તે ‘ભારત’, ‘બાગી 2’ અને ‘એમએસ ધોની’ જેવી હીટ ફિલ્મોમાં જોવા મળી હતી. ફિલ્મો ઉપરાંત દિશા સોશ્યલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. દિશા અંગે તો તમે બહુ બધુ જાણતા હશો, આજે અમે તમને તેની બહેનને મળાવીએ છીએ.
દિશાની બહેન સુંદરતાની બાબતમાં દિશાને ટક્કર આપે છે. દિશાની બહેનનું નામ ખુશ્બુ પટણી છે. ખુશ્બુ દિશા કરતાં મોટી છે, પણ ફિલ્મી દુનિયા સાથે તેનો કોઈ સંબંધ નથી.
દિશાની મોટી બહેન ખુશ્બુ આર્મીમાં લેફ્ટેનન્ટ છે. તે લશ્કરમાં લેફ્ટેનન્ટ તરીકે દેશની સેવા કરી રહી છે. આર્મીમાં હોવાના કારણે તેની ફીટનેસ ખૂબ સારી છે. ખુશ્બુ વર્કઆઉટ કરતાં પોતાના વીડિયો પણ શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર ખુશ્બુના 84 હજાર ફોલોવર્સ છે.
ખુશ્બુ જે તસવીરો શેર કરે છે તેમાં કેટલીક વર્દીમાં પણ છે. ખુશ્બુ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. દિશા અને ખુશ્બુના પિતા જગદિશસિંહ પટણી પણ પોલીસમાં ડીએસપી રેન્જ ઓફિસર છે. દિશા પોતાના આખા પરિવારની તસવીરો સોશયલ મીડિયામાં શેર કરતી રહે છે.
દિશા અને ખુશ્બુનું ઘર ઉત્તરપ્રદેશના બરેલીમાં છે. હાલમાં ખુશ્બુએ પોતાનો વર્કઆઉટ કરતો વીડિયો શેર કર્યો હતો. જેના પર ટાઈગર શ્રોફે પણ કમેન્ટ કરી હતી. ટાઈગરે લખ્યું હતું, – ‘શું વાત છે’. એવું સાંભળવા પણ મળ્યું છે કે દિશા પટણી અને ટાઈગર શ્રોફ ઘણા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યા છે, જોકે બંનેએ પોતાના સંબંધને હજી સુધી જાહેર કર્યો નથી.