એકતા જૈનનું નામ મોડલીંગ, એન્કરીંગ અને બોલિવૂડમાં એક્ટીંગના કારણે વખણાતું રહ્યું છે. એકતા જૈન હવે પોતાની સેક્ન્ડ ઈનિંગ્સને દમદાર બનાવવા મચી પડી છે. સ્ટેજથી લઈ સ્ક્રીન સુધીની 18 વર્ષની સફરમાં અનેક ચઢાવ-ઉતાર જોનારી આ અભિનેત્રી હવે પાછળ વળીને જોવા માંગતી નથી. સિલ્વર સ્ક્રીન પર પોતાના અભિનયના ઓજસ પાથરવા માટે થનગનાટ કરી રહી છે. “શાદી વિથ જૂગાડ” સાથે એકતા જૈન નવા કિર્તીમાનો સર કરવા અગ્રેસર છે.
1999 મોડલીંગથી એકતાએ મોડલીંગની શરૂઆત કરી હતી. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતમાં સ્ટેજ પ્લે કરી એકતાએ કરીયરનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ એકતાએ પાછા વળીને જોયું નથી. તેની પહેલી ટીવી સિરીયલ હતી “નયના”. સહારા પર આ સિરીયલમાં એકતાના અભિનયના ભરપુર વખાણ થયા હતા. ત્યાર બાદ “શગૂન”, ”શકાલકા બૂમબૂમ” “કહીં દીપ જલે, કહીં દિલ”થી સતતને સતત એકતાની વણથંભી રફતાર આગળ વધતી રહી.
આ સમયગાળો એકતા માટે સોનેરી હતો. એકતાની એક્ટીંગ વઘુને વધુ નિખરી. પણ અચાનક એકતાએ બ્રેક લીધો. એકતાએ બ્રેક લઈને સૌ કોઈને ચોંકાવી દીધા. એકતા કહે છે કે બ્રેક લેવાનું કારણ એવું ન હતું કે ફિલ્મો કે સિરીયલ હાથ પર ન હતી. પરંતુ કેટલાક વ્યવસાયિક કારણોસર ફિલ્મી કરીયરમાંથી ડ્રોપ લીધો હતો.
એકતાએ બ્રેક લીધો તે પહેલા અનિલ કપુરની ચર્ચિત ફિલ્મ “નાયક-ધ રિઅલ હીરો”માં અનિલ કપુરની ઓફિસ આસિસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. એકતાની સાથે પૂજા બત્રા પણ હતી. . ત્યાર બાદ સાઉથની ફિલ્મ પાલમાં પણ એકતાએ અભિનય કર્યો હતો.
આ ફિલ્મો બાદ એકતા એક સાડા નવ વર્ષનો બ્રેક લીધો હતો અને એરહોસ્ટેસ તરીકે જેટ એરવેઝ સાથે જોડાઈ હતી. લાંબા બ્રેક પછી એકતાએ બોલિવૂડમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. અને નવી ઈનિંગ્સની શરૂઆત “શાદી વિથ જુગાડ” જેવી મસ્ત મજાની કોમેડી ફિલ્મથી કરી રહી છે. આ ફિલ્મનું શૂટીંગ ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ માટે એકતાને અનેક શુભેચ્છા મળી રહી છે.
“શાદી વિથ જુગાડ”માં એકતા સાથે ત્રણ હીરોની કેમેસ્ટ્રી જોવા મળશે. એકતા મેઈન ફિમેલ કેરેકટર પ્લે કરી રહી છે. આ ઉપરાંત એકતાએ નવી ઈનિંગ્સમાં એન્કરીંગ પણ શરૂ કર્યું છે. સાસ,બહુ ઔર બેટીયાંનું એકતા એન્કરીંગ કરી રહી છે.
સોશિયલ મીડિયામાં પણ એકતાએ લાફીંગ કલબ શરૂ કરી છે જેના આજે 9 મલિયન મેમ્બરો બની ગયા છે.
એકતા જૈન કહે છે કે હમણાં જે પ્રકારે મી ટૂની મૂવમેન્ટે જોર પકડયું છે તેની પાછળ પ્રોફેશનલી વર્કનો અભાવ જોવા મળે છે. શા માટે હમણાં જ આટલો ઊહાપોહ કરવામાં આવી રહ્યો છે. મને પણ આવા પ્રકારની ઓફરો થઈ છે પણ મેં ના પાડી દીધી હતી. કામ ન મળે તો કોઈ ફિનીશ થઈ જતું નથી. જ્યારે તમારી સાથે આવી કોઈ અણછાજતી ઘટના બને ત્યારે જ અવાજ ઉઠાવવો જોઈએ.
એકતા આગળ કહે છે કે હવે તો એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા ઓપ્શન મળી રહ્યા છે. કોઈ કામ ફાવતું ન હોય તો એને જતું કરીને બીજા વિકલ્પ તમારી સામે ઉભા જ છે. જરૂર છે નાસીપાસ થયા વગર સતત કામ પ્રત્યે મચી રહેવું જોઈએ. અમારા જેવા કલાકારોને જ્યારે પણ ગરબડ લાગી ત્યારે એ કામ છોડી દીધું હતું અને અન્ય વિકલ્પો તરફ નજર કરી અને આજે ફરી એક વખત નવેસરથી ઈનિંગ્સ શરૂ થઈ રહી છે. કહેવાનો મતલબ એ છે કે પ્રમાણિકપણે કામ કરો છો તો તમને કોઈ વાંધો આવતો નથી.