Family Star
વિજય દેવરાકોંડા અને મૃણાલ ઠાકુર ‘ફેમિલી સ્ટાર’ દ્વારા સ્ક્રીન પર સાથે જોવા મળ્યા છે. આ ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
Family Star Box Office Collection Day 2: વિજય દેવેરાકોંડા અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ 5મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દર્શકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે અને તેથી જ તે જોરદાર ઓપનિંગ કરવામાં સફળ રહી છે. આ પહેલીવાર છે જ્યારે વિજય દેવરાકોંડા અને મૃણાલ ઠાકુર સ્ક્રીન પર સાથે જોવા મળ્યા છે. બંનેની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ આવી રહી છે અને કદાચ આ જ કારણ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
સકનિલ્કના અહેવાલ મુજબ, ‘ફેમિલી સ્ટાર’ એ પ્રથમ દિવસે 5.75 કરોડ રૂપિયા સાથે પોતાનું ખાતું ખોલાવ્યું હતું. હવે બીજા દિવસના કલેક્શન સાથે ફિલ્મ 10 કરોડની નજીક પહોંચી ગઈ છે. ‘ફેમિલી સ્ટાર’એ બીજા દિવસે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને આ સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 9.75 કરોડ રૂપિયા થઈ ગયું છે.
https://www.instagram.com/reel/Cyivb8_RC5s/?utm_source=ig_web_copy_link
‘ફેમિલી સ્ટાર’: દિગ્દર્શક અને નિર્માણ
‘ફેમિલી સ્ટાર’નું દિગ્દર્શન પરશુરામ દ્વારા દિલ રાજુ પ્રોડક્શન્સ અને શ્રી વેંકટેશ્વર ક્રિએશનના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વિજય દેવરાકોંડા અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિવ્યાંશા કૌશિક, અજય ઘોષ અને મેરિસા રોડ ગોર્ડન પણ આ ફિલ્મનો એક ભાગ છે. મૃણાલ ઠાકુરની આ ત્રીજી તેલુગુ ફિલ્મ છે. આ પહેલા તેણે ‘હૈ નન્ના’ અને ‘સીતા રામમ’માં કામ કર્યું હતું.
શું છે ‘ફેમિલી સ્ટાર’ની વાર્તા?
‘ફેમિલી સ્ટાર’ની વાર્તાની વાત કરીએ તો વિજય દેવરાકોંડાએ ગોવર્ધનનું પાત્ર ભજવ્યું છે. ગોવર્ધન એક મધ્યમ વર્ગનો છોકરો છે જે બે ભાઈઓ હોવા છતાં એકલા હાથે તેના પરિવારની સમગ્ર જવાબદારીઓ ઉપાડી રહ્યો છે. મૃણાલ ઠાકુર ઈન્દુમતીના રોલમાં જોવા મળે છે, જે માનવ વિજ્ઞાનની વિદ્યાર્થીની છે. ઈન્દુને મળ્યા પછી ગોવર્ધનનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે.