Bigg Boss 19: અંશુલા કપૂર બિગ બોસ 19 માં જશે? જાણો શું કહ્યું
અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર હાલમાં રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ’માં ભાગ લઈ ચૂક્યાં બાદ ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ શું તેઓ હવે બિગ બોસ 19નો ભાગ બનશે? ચાહકોને એવો અંદાજો હતો કે ‘ધ ટ્રેટર્સ’ પછી અંશુલા હવે ટીવીના સૌથી લોકપ્રિય શો ‘બિગ બોસ’માં દેખાશે. આ અહેવાલો વચ્ચે હવે અંશુલા કપૂરે પોતે જ સ્પષ્ટતા આપી છે.
અંશુલાનું સ્પષ્ટ નિવેદન – “હું માનસિક રીતે તૈયાર નથી”
ઝૂમ સાથેની તાજેતરની મુલાકાતમાં અંશુલા કપૂરે કહ્યું કે બિગ બોસ એક બહુજ અલગ પ્રકારનો શો છે અને તે માટે મોટી માનસિક તૈયારી જરૂરી છે. “હું બિગ બોસ જોતી નથી, પણ એટલું જાણું છું કે એ શો બહુ લાંબો છે અને હું એ વાતાવરણ માટે હજુ તૈયાર નથી,” તેમ તેઓએ જણાવ્યું.
‘ધ ટ્રેટર્સ’ અને ‘બિગ બોસ’માં તફાવત
અંશુલાએ જણાવ્યું કે ‘ધ ટ્રેટર્સ’ અને ‘બિગ બોસ’ વચ્ચે સ્પષ્ટ તફાવત છે. ધ ટ્રેટર્સ માત્ર બે અઠવાડિયાનો ગેમ શો છે અને તેમાં મનોવૈજ્ઞાનિક તત્વો છે, જ્યારે બિગ બોસ લાંબા સમય સુધી ચાલે છે અને તેનો સ્વરૂપ આખરે અલગ જ છે.
View this post on Instagram
અટકળો પર અંતઃ હમણાં માટે બિગ બોસ નહીં
તેમની સ્પષ્ટ ટિપ્પણીથી હવે સ્પષ્ટ છે કે અંશુલા હાલમાં બિગ બોસ 19 માટે ઉપલબ્ધ નથી અને શોમાં ભાગ લેવાની કોઈ યોજના નથી. જો કે ચાહકોને તેમની આગામી હાજરી માટે રાહ જોવી પડશે – કદાચ કોઈ બીજાં શોમાં!