Ritesh Deshmukhનો પાપરાઝી પર કટાક્ષ: “બાળકોની ગોપનીયતા મહત્વની છે, બધાને એકસરખું માનવાની જરૂર નથી”
Ritesh Deshmukh: બોલિવૂડમાં આજે પાપરાઝી સંસ્કૃતિ પર ચર્ચા ફરી ઉઠી છે. અભિનેતા રિતેશ દેશમુખે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં એવી સંસ્કૃતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો છે, જે સેલિબ્રિટીની અંગત જિંદગીમાં અનધિકૃત ઘૂસણખોરી માટે જાણીતી બની છે.
Ritesh Deshmukh વાતચીતમાં જણાવ્યું કે, “પાપરાઝી સંસ્કૃતિનો સામનો કરવો પડશે. અમે જ્યારે મેચ જોવા જઈએ છીએ કે જ્યારે મારા બાળકો રમી રહ્યાં હોય, ત્યારે પણ ફોટો લેવામાં આવે છે. આ પરિસ્થિતિઓનો સામનો શાંતિપૂર્વક શીખવો જરૂરી છે.”
“બાળકોની મર્યાદા અને ગોપનીયતાનો માન રાખવો જોઈએ”
રિતેશે કહ્યું કે સેલિબ્રિટી માતાપિતાએ કઈ રીતે તેમના બાળકોને મીડિયા સામે રજૂ કરવાં તે અંગે કોઈ ફોર્મ્યુલા ન હોવો જોઈએ. “મારા બાળકોને હું શીખવાડું છું કે જો કોઈ ફોટો લેતો હોય તો પ્રેમથી હસીને ‘ધન્યવાદ’ કહી આગળ વધવું. પણ જે માતાપિતા તેમના બાળકોને મીડિયાથી દૂર રાખવા માંગે છે, તેમની પસંદગીએ પણ ઈઝ્જત મળવી જોઈએ.”
સોનાક્ષી અને વરુણ પણ વ્યક્ત કરી ચૂક્યા છે નારાજગી
રિતેશ દેશમુખ પહેલા પણ અલગ દૃષ્ટિકોણ ધરાવતા અને સંવેદનશીલ અભિગમ માટે ઓળખાય છે. આ પહેલા સોનાક્ષી સિન્હા, જાહ્નવી કપૂર અને વરુણ ધવન જેવા કલાકારોએ પણ પાપારાઝી સંસ્કૃતિ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો, ખાસ કરીને જ્યારે મીડિયા વ્યક્તિગત દુઃખદ પળોને પણ કૅમેરામાં કેદ કરે છે.
તાજેતરમાં શેફાલી જરીવાલાના અવસાનના સમયે પાપારાઝી દ્વારા લાગતી સેનસેશનલીઝમ અને અસંવેદનશીલતા અંગે પણ અનેક લોકો દ્વારા નિંદા થઈ હતી.