મુંબઈમાં બુધવારે રાત્રે 8.30 કલાકે જુહૂ વિસ્તારમાં અભિનેતા ગોવિંદાના દીકરા યશવર્ધનની કારને અકસ્માત નડ્યો હતો. પોલીસના સૂત્રોએ જાણકારી આપી કે યશવર્ધનની કારને આદિત્ય ચોપરાની કારે ટક્કરે મારી જે યશરાજ ફિલ્મ્સ સાથે સંકળાયેલા છે. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી.
આ ઘટનાની જાણ થતાં જ અભિનેતા ગોવિંદા ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ ત્યાં હાજર રહેલાં લોકો સાથે વાત કરી હતી. આ ઘટનામાં કોઈની જ ભૂલ નથી એવી જાણકારી હાજર રહેલાં લોકોએ આપી હતી.. આથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નહોતો. બંને કાર વચ્ચે ટક્કર થઈ તેમાં યશવર્ધનની કારને નુકસાન પહોંચ્યું છે. તેમની કારની હેડલાઈટ તૂટી ગઈ હતી. જો કે આ ઘટનાને એક ભૂલ ગણાવીને બંને પક્ષોએ એકબીજાને જવાબદાર ગણાવ્યા નહોતા.