જાણીતા ગાયક જિગ્નેશ કવિરાજે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને ફરિયાદની ગણતરીની કલાકોમાં જ 1 આરોપીની ધરપકડ કરી છે. અજાણ્યો વ્યક્તિ જિગ્નેશ કવિરાજ બનીને લોકો સાથે વાતચીત કરતો હતો. જે બાદ જિગ્નેશ કવિરાજે આ ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદીના આધારે સાઈબર ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે.
લોકગાયક જીગ્નેશ કવિરાજની પણ આવો એક કડવો અનુભવ થયો છે જીગ્નેશ કવિરાજ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે કે નવેમ્બર મહિના પહેલાં કોઈપણ સમયે કોઈ અજાણી વ્યક્તિએ તેના નામનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને આ આરોપી મહિલાઓ પાસેથી ફોટા માંગી ગાયક કલાકારને બદનામ કરતો હતો. જેથી તેની સામે થોડાક દિવસો અગાઉ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જેથી સાઈબર ક્રાઈમે ફરિયાદ લઈ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવટી ફેસબુક એકાઉન્ટમાં તેની મંજૂરી વગર તેનો ફોટો મૂકીએ અને અલગ-અલગ સ્ટેટસ મૂકતો હતો. જેમ કે મારે નવા સોંગ માટે સારી હિરોઈન જોઈએ છે જેને પણ મારી સાથે હીરોઈન તરીકે કામ કરવું હોય તેમને એફબીમાં એસએમએસ કરે ને ફોટા મોકલો, તથા મારી જોડે કોને કામ કરવું છે જેને કરવું હોય તે મને એસએમએસ કરે.
ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજનું ફેક ફેસબુક આઈડી બનાવનારની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ફેક આઈડી બનાવનાર આરોપી પ્રકાશ વ્યાસની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પ્રકાશ છેલ્લા ઘણા સમયથી મહિલાઓ સાથે સંપર્ક કરીને દાગીના પડાવતો હતો. કવિરાજના નામે જન્મદિવસની ગીફ્ટ માગીને દાગીના પડાવતો હોવાનું સામે આવ્યુ છે. આરોપીએ અગાઉ કવિરાજ સાથે અનેક કાર્યક્રમ કર્યા છે. અને હવે ફેસબુકમાં કવિરાજના નામે ફેક આઈડી બનાવ્યુ હતુ. આ આઈડીથી આરોપી મહિલાઓને મેસેજ કરતો હતો. જેની જાણ થતા કવિરાજે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.