Hanuman Chalisa: ભારતમાં સૌથી વધુ જોવાયેલ યુટ્યુબ વિડિઓ: ‘હનુમાન ચાલીસા’ એ એક નવો રેકોર્ડ બનાવ્યો
Hanuman Chalisa: ટી-સિરીઝ ભક્તિ સાગર દ્વારા પ્રસ્તુત હનુમાન ચાલીસા યુટ્યુબ પર ભારતનો સૌથી વધુ જોવાયેલ વિડિઓ બની ગયો છે. આ ભક્તિ ગીતે ૪.૬ અબજ વ્યૂઝનો આંકડો પાર કરી લીધો છે, જે કોઈપણ ભારતીય ગીત માટે પહેલી વાર છે. આ ઐતિહાસિક સિદ્ધિએ ફરી એકવાર ભક્તિ સંગીતની લોકપ્રિયતા સાબિત કરી છે.
‘હનુમાન ચાલીસા’ નો ઇતિહાસ અને લોકપ્રિયતા
આ વિડીયો પ્રખ્યાત ગાયક હરિહરન દ્વારા ગાયો છે અને 10 મે 2011 ના રોજ ટી-સિરીઝ ભક્તિ સંગીત ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. “શ્રી હનુમાન ચાલીસા” શીર્ષક સાથે અપલોડ કરાયેલ આ વિડીયો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હનુમાન ભક્તોમાં ખૂબ લોકપ્રિય બન્યો છે.
સમાજમાં રેકોર્ડની પ્રશંસા
આ વીડિયો વાયરલ થયા બાદ, ચાહકોએ સોશિયલ મીડિયા પર પણ તેના વિશે ખુશી વ્યક્ત કરી. એક યુઝરે લખ્યું, “આ હનુમાનજીની કૃપા છે કે આ ગીત આટલું લોકપ્રિય થયું.” એ સ્પષ્ટ છે કે ભક્તિ સંગીતનો પ્રભાવ ફક્ત ધાર્મિક સમુદાય પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે દેશભરમાં એક સાંસ્કૃતિક ઘટના બની ગઈ છે.
ભક્તિ સંગીતની વધતી જતી લોકપ્રિયતા
આ રેકોર્ડ દર્શાવે છે કે ભક્તિ સંગીતે ભારતીય સંગીત જગતમાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે. હનુમાન ચાલીસાનો આ વિડીયો ભલે ધાર્મિક ગીત હોય, પરંતુ તેની પહોંચ વ્યાપક છે. ટી-સિરીઝ ભક્તિ સાગર દ્વારા તેના પ્રમોશનથી તેને એક નવા સ્તરે લઈ જવામાં આવ્યું છે.