Housefull 5: એક અનોખી મર્ડર મિસ્ટ્રી હાસ્ય ફિલ્મ, જુદા-જુદા અંત સાથે
બોલિવૂડની સૌથી રાહ જોવાતી કોમેડી ફિલ્મ “હાઉસફુલ 5” હવે માત્ર મસ્તી અને હાસ્યથી નહિ, પણ સસ્પેન્સ અને અનોખા કન્સેપ્ટથી પણ ઓતપ્રોત હશે. નિર્માતા સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મમાં પહેલીવાર દર્શકોને થિયેટર પર આધારિત જુદા-જુદા અંતો જોવા મળશે. એટલે કે, જે થિયેટરમાં તમે ફિલ્મ જોશો, ત્યાં એક અલગ ખૂની હશે!
ક્લાઇમેક્સ દરેક થિયેટર માટે જુદો!
27 મેના રોજ મુંબઈમાં ટ્રેલર લોન્ચ દરમિયાન સાજિદ નડિયાદવાલાએ ખુલાસો કર્યો કે “હાઉસફુલ 5”માં દરેક થિયેટરમાં અલગ-અલગ કિલર દર્શાવવામાં આવશે. જો તમે ફિલ્મ ગેઇટી, ગેલેક્સી, કે પીવીઆર જેવી અલગ સ્ક્રીનો પર જુવો, તો દરેકમાં કિલર બદલા યેલો હશે. આટલું જ નહીં, ફિલ્મની સ્ટારકાસ્ટને પણ આખરે સુધી ખ્યાલ નહોતો કે અંતે ખૂની કોણ છે!
ફિલ્મનું પ્લોટ અને સ્ટારકાસ્ટ
તરુણ મનસુખાની દિગ્દર્શિત આ ફિલ્મ એક લક્ઝરી ક્રૂઝ પર બનેલી હાસ્યમય મર્ડર મિસ્ટ્રી છે. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન મુખ્ય શંકાસ્પદ પાત્રોમાં છે. તેમ સાથે જેક્લીન ફર્નાન્ડીઝ, સોનમ બાજવા, નરગિસ ફખરી, ચિત્રાંગદા સિંહ, શ્રેયસ તલપડે, અને ઘણા દિગ્ગજ કલાકારો પણ છે – જેમ કે સંજય દત્ત, જેકી શ્રોફ, પાટેકર અને જોની લીવર.
રિલીઝ તારીખ
હાસ્ય અને રહસ્યથી ભરપૂર આ નવીન અનુભવ આપતી “હાઉસફુલ 5” ફિલ્મ 6 જૂન, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.