“Indian Idol” ના જજ વિશાલ દદલાણીએ શોને આપી વિદાય, ચાહકોને ભાવુક કર્યા
Indian Idol: ટેલિવિઝનની દુનિયામાં કેટલાક શો એવા છે જે દર્શકોના દિલ અને પ્રેમ બંને મેળવે છે, અને ‘ઇન્ડિયન આઇડલ’ એ ખાસ શોમાંથી એક છે. વિશાલ દદલાણી ઘણા વર્ષોથી આ શોમાં જજ તરીકે હાજર છે. જોકે, હવે ગાયકે શોને અલવિદા કહી દીધું છે. તાજેતરમાં, વિશાલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે આ નિર્ણયનું હૃદયસ્પર્શી કારણ આપ્યું.
‘Indian Idol’ ને વિદાય આપવાનો વિશાલ દદલાનીનો નિર્ણય
6 વર્ષની લાંબી સફર પછી વિશાલ દદલાણીએ ‘ઇન્ડિયન આઇડોલ’ સાથેના સંબંધો તોડવાનો નિર્ણય કર્યો. સિંગિંગ રિયાલિટી શોના જજ તરીકે, તેમણે શોને ખૂબ ઊંચાઈએ પહોંચાડ્યો અને પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ અને આદર મેળવ્યો. હવે, સીઝનનો અંત આવી રહ્યો છે, ત્યારે તેણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેના ચાહકોને ભાવનાત્મક વિદાય આપી છે.
વિશાલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું કહ્યું:
વિશાલ દદલાણીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાના અનુભવો શેર કર્યા. તેમણે લખ્યું, “ગુડબાય મિત્રો. મને 6 સીઝન જેટલી મજા આવી તેના કરતાં વધુ યાદ આવશે. આ શોએ મને જે પ્રેમ અને આદર આપ્યો છે તેના માટે હું હંમેશા આભારી રહીશ.”
આ પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું કે વિશાલનો નિર્ણય તેના ચાહકો માટે જેટલો ભાવનાત્મક હતો તેટલો જ તેના માટે પણ હતો. ‘ઇન્ડિયન આઇડલ’ સાથેનો તેમનો સંબંધ હવે એક સુંદર યાદ તરીકે રહેશે.