બોલિવુડના પ્રખ્યાત અભિનેતા અને સ્ક્રીપ્ટ રાઈટર કાદિર ખાનના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પણ તેમના ચાહકો માટે ખુશીના સમાચાર છે કે તેમના મૃત્યુના સમાચાર એક માત્ર અફવા છે. તેમના પુત્ર સરફરાઝ ખાને તેમના મૃત્યુની આ વાતને અફવા ગણાવી છે.
જણાવી દઈએ કે કાદીરખાનની સારવાર કેનેડાની એક હોસ્પિટલમાં ચાલી રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં ખોટા સમાચારો ફેલાઈ રહ્યા છે. રવિવારે રાતે સોશિયલ મીડિયામાં સમાચાર ફેલાઈ ગયા હતા કે કાદીરખાન હવે રહ્યા નથી. પણ આ વાત ખોટી સાબિત થઈ છે.
81 વર્ષની ઉંમરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તે વેન્ટીલેટર પર હતા અને હવે તેમને BiPAP વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને પ્રોગ્રેસિવ સુપરીન્યુકિલર નામની બિમારી છે, જેને કારણે તેમને ચાલવામાં અને બેલેન્સ રાખવામાં તપલીફ પડે છે. આ ઉપરાંત તેમને ડિંમેસિયા પણ છે.