મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતને કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પણ દોહરાવા ઈચ્છે છે. જેથી પાર્ટીએ અત્યારથી તેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ કડીમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ ભોપાલ લોકસભા બેઠકને જીતવાનો નુસખો કાઢ્યો છે. તેમણે માગ કરી છે કે ભોપાલ સંસદીય બેઠકમાંથી કોઈ નેતાને નહીં પરંતુ બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનને ટિકિટ આપવામાં આવશે.
કોંગ્રેસ નેતાઓનુ કહેવુ છે કે ભોપાલ સંસદીય બેઠક પર કેટલાક વર્ષોથી ભાજપનુ જ રાજ ચાલી રહ્યુ છે અને ભોપાલ ભાજપનો મજબૂત ગઢ બનતો જઈ રહ્યો છે જેથી તેને તોડવા માટે કરીના કપૂર ખાન યોગ્ય ઉમેદવાર રહેશે.
કોંગ્રેસ નેતા ગુડ્ડુ ચૌહાણ અને અનીસ ખાનનુ માનવુ છે કે યુવાઓમાં કરીના કપૂરની સારી ફેન ફૉલોઈન્ગ છે અને કરીના યુવાઓને વોટ મેળવી શકશે.
અનીસનુ કહેવુ છે કે કરીના પટૌડી ખાનદાનની પુત્રવધૂ છે તેથી કોંગ્રેસને પ્રાચીન ભોપાલમાં પણ આનો ફાયદો મળશે. આ સિવાય મહિલા હોવાથી કરીના મહિલાઓના સારા એવા મત મેળવવામાં સફળ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે કરીનાના પતિ સૈફ અલી ખાનનો ભોપાલ સાથે ખાનદાની સંબંધ છે. પટૌડી પરિવાર વર્ષોથી ભોપાલમાં રહી રહ્યા છે અને સૈફ, કરીના, શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન કેટલીય વાર ભોપાલ આવી ચૂક્યા છે. એવામાં કોંગ્રેસી પાર્ષદ પટૌડી પરિવારની લોકપ્રિયતાને લોકસભા ચૂંટણીમાં ઉતારવાની વાત કરી રહ્યા છે.