‘Laughter Chefs 2’માં Jannat-Faisuની એન્ટ્રી! બ્રેકઅપની અફવાઓ છતાં શું તેઓ સાથે જોવા મળશે?
Laughter Chefs 2: જન્નત જુબેર અને ફૈસલ શેખ હાલ બ્રેકઅપની અફવોને લઈને ચર્ચામાં છે, પરંતુ હવે એવી માહિતી આવી રહી છે કે બંને ટૂંક સમયમાં ‘લાફ્ટર શેફ્સ સીઝન 2’માં એકસાથે જોવા મળી શકે છે.
કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ સીઝન 2’ માં કરણ કુન્દ્રાની તાજેતરની એન્ટ્રીએ શોને વધુ રોમાંચક બનાવ્યો છે. હવે, નવા અપડેટ્સ અનુસાર, જન્નત ઝુબૈર અને ફૈઝલ શેખ શોમાં સાથે જોવા મળી શકે છે. તાજેતરમાં, બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા, જેના કારણે તેમના ચાહકોમાં બ્રેકઅપની અફવાઓએ જોર પકડ્યું, પરંતુ બંનેમાંથી કોઈએ પણ આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
Jannat Jubair પહેલાની સીઝનમાં હાજર રહી હતી, જ્યારે ફૈસલ શેખ ગેસ્ટ તરીકે શોમાં આવ્યા હતા. હવે ‘લાફ્ટર શેફ્સ’ના બીજા સીઝનમાં જનનત અને ફૈસલની એન્ટ્રીથી દર્શકોને નવી જોડી જોવા મળી શકે છે. પરંતુ મેકર્સ તરફથી આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રાજીવ આદાતિયા, જેમણે તાજેતરમાં ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’માં જોવા મળ્યા હતા, તેમણે પણ Jannat Jubair અને ફૈસલના બ્રેકઅપ રુમર્સ પર પ્રતિક્રિયા આપેલી હતી. તેઓએ કહ્યું હતું, “મને આ વિષય પર વધારે જાણકારી નથી, પરંતુ ફૈસુ અને જનનત મારા સારા મિત્રો છે અને તેમના વચ્ચે હંમેશા પ્રેમ અને આદર રહેશે.”
શું Jannat Jubair અને ફૈસલ વચ્ચે કંઈક બદલાવ આવી રહ્યો છે, અથવા તેઓ શોમાં સાથે કામ કરતાં પોતાના સંબંધોને વધુ મજબૂત બનાવશે? આનો જવાબ તો શો પ્રસારિત થયા પછી જ મળશે!