રણવીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાના કરિયરની સાથે રિલેશનશીપને લઇને ઘણા સીરિયસ છે. રણવીર અને આલિયા ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની શુટીંગમાં બીઝી છે. બંન્નેને એક બીજાની સાથે સેટ પર ઘણો સમય વિતાવે છે.
હજી સુધી રણવીર અને આલિયાએ પોતાના રિલેશનના વિશે ખુલીને વાત નથી કરી, પરંતુ હાલમાં જ મહેશ ભટ્ટે તેમના સંબંધ વિશે જણાવ્યુ કે ,’દેખીતી રીતે બંન્ને એક બીજાને પ્રેમ કરે છે. તમને વાત સમજવામાં પ્રોબ્લમ ન થવો જોઇએ. મને રણવીર કપૂર પસંદ છે તે ખુબ સારો માણસ છે. હવે તેને આ સંબંધને આગળ વધારવો છે તેને એ વિચારવા અને નિર્ણય લેવાની જરુરત છે.’ મહેશ ભટ્ટ આગળ કહે છે કે, ‘શુ તે લગ્નના સંબંધમાં આગળ વધવા માંગે છે. આ તો તેમને પોતાને જ વિચારવુ પડશે. હુ આ વિશે અંદાજ લગાવા વાળો કોઇ નથી કે આ બધુ ક્યારે થશે, કેવી રીતે પોતાના સંબંધને આગળ વધારશે.’
ભટ્ટે પોતાની દીકરીના લગ્નને લઇને કહ્યુ, ‘જીંદગીને પોતાના નિયમો અનુસાર જીવવી જોઇએ. રાહ જોઇએ છીએ કે જીંદગી કાલે આપડી પાસે શુ ઉપહાર લઇને આવશે.’ આના પહેલા પણ ભટ્ટે આલિયા અને રણવીરના સંબંધ પર નિવેદન આપ્યુ હતુ. ત્યારે મહેશ ભટ્ટે તેમના સંબંધ વિશે કોઇ ટીપ્પણી કરવાની સાફ ના પાડી દીધી. હવે જ્યારે રણવીર-આલીયાનો સંબંધ લગ્ન સુધી પહોંચવા જઇ રહ્યો છે ત્યારે તેણે તે સંબંધને મંજૂરી આપી દીધી છે.