હાલમાં મલાઈકા અરોરા કરિના કપૂરનાં રેડિયો શોમાં પહોંચી હતી ત્યારે તેણે તેની કેટલીક વાતો શેર કરી હતી. જેનાંથી જાણવા મળ્યું કે, તે તેનાં નિર્ણયને લઇને કેટલી પાક્કી છે. મલાઇકાએ કહ્યું કે, મે જ્યારે મારા પરિવાર અને મિત્રોને આ અંગે વાત કરી તો તમામે વિચારવા કહ્યું. બધાનું કહેવું એક જ હતું કે આણ ન કરતી. કોઇએ આપને નહીં કહે કે હા અલગ થઇ જાઓ. પહેલી વાત એજ હોય છે કે, સમજી વિચારીને નિર્ણય લે જે.
મલાઇકાએ કહ્યું કે, મારા પરિવારે મને છૂટાછેડાની સુનાવણીએ એક રાત પહેલાં પણ તેને તેનાં નિર્ણય અંગે વિચારવાં કહ્યું હતું. છૂટાછેડાનાં એક દિવસ પહેલાં હું મારા પરિવાર સાથે બેઠી. સૌએ મને પુછ્યુ કે, ‘શુ તું તારા નિર્ણય અંગે શ્યોર છે?’ મને લાગે છે કે મે બધાની વાત સાંભળી. તે લોકો મારી ચિંતા કરતાં હતાં. તેથી તેઓ પણ મારા નિર્ણયમાં ચિંતિત હતાં.
મલાઇકાએ કહ્યું કે, આખરે મને મારા મિત્રો અને પરિવારવાલાએ કહ્યું કે, જો આ તારો અંતિમ નિર્ણય છે તો તારા માટે અમારી આંખોમાં ગર્વ છે. તુ એક મજબૂત મહિલા છે.આ તમામ બાબતોએ મને તાકાત આપી. તે સમયે મને આની ખુબજ જરૂર હતી.