કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા આગામી 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે, હવે સમાચાર આવ્યા છે કે ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઇ છે. ફિલ્મના એક્ટરે પોતાને પૈસા ના ચૂકવવાનો આરોપ લગાવ્યો છે.
ફિલ્મમાં કામ કરી રહેલા એક્ટર એન્ડી વૉચ ઇઝે નિર્માતાઓ પર પોતાને ફીની પુરેપુરી રકમ ના ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. એક્ટર વૉચ ઇઝે ફિલ્મમાં અંગ્રેજી ઓફિસરની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મનુ પ્રૉડક્શન જી સ્ટુડિયોઝે કમલ અને નિશાંત જૈનની સાથે મળીને કર્યુ છે. ફિલ્મમાં કંગના લીડ રૉલમાં છે.

વૉચ ઇઝે લખ્યુ કે, આજે મણિકર્ણિકાનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે, મને હજુ પણ પ્રૉડક્શન હાઉસમાંથી મારા કામના પુરા પૈસા નથી આપવામાં આવ્યા. ફિલ્મમાં કામ કરી રહેલા એક્ટર એન્ડી વૉચ ઇઝે નિર્માતાઓ પર પોતાને ફીની પુરેપુરી રકમ ના ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. એક્ટર વૉચ ઇઝે ફિલ્મમાં અંગ્રેજી ઓફિસરની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મનુ પ્રૉડક્શન જી સ્ટુડિયોઝે કમલ અને નિશાંત જૈનની સાથે મળીને કર્યુ છે. ફિલ્મમાં કંગના લીડ રૉલમાં છે.