થોડા સમય પહેલા જ્યારે બોલીવુડની મોટી હસ્તીઓના નામ #Me Too અભિયાન હેઠળ સામે આવ્યા હતા. તેમા સંસ્કારી બાબુ આલોક નાથ સૌથી વધારે ચર્ચામાં રહ્યા હતા.
લેખિકા અને પ્રોડ્યુસર વિનિતા નંદાએ આલોક નાથ પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતો સાથે જ તેમણે ગયા મહિનાની 17 તારીખે આલોક નાથ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે હવે આલોક નાથ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
નંદાએ આલોક નાથ પર 29 વર્ષ પહેલા તેમના યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.નંદાએ જણાવ્યુ કે પોલીસ ઘણી સહયોગી રહી અને તેમણે મારુ નિવેદન નોંધ્યુ. નિવેદન નોંધાવવુ મારા માટે સરળ નહોતુ. અમે આલોકનાથ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે.