Miss World 2025 નો ગ્રાન્ડ ફિનાલે આજે: નંદિની ગુપ્તા પર દેશની આશાઓ, તમામ વિગતો અહીં વાંચો
Miss World 2025: 72માં મિસ વર્લ્ડ ફેસ્ટિવલ 2025નો ગ્રાન્ડ ફિનાલે આજે, 31 મેના રોજ છે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન હૈદરાબાદના હાઇટેક એગ્ઝિબિશન સેન્ટરમાં થવાનું છે, જ્યાં દુનિયાભરની 108 સુંદરાઓ ભાગ લઈ રહી છે. ભારત તરફથી રાજસ્થાનની નંદિની ગુપ્તા દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે, જેના પર દરેક ભારતીયને આશા છે કે તે વર્ષ 2017માં માનુષી છિલ્લર બાદ ભારત માટે ખિતાબ જીતશે.
ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યા જોવી મળશે?
આ ગ્રાન્ડ ઇવેન્ટ આજે સાંજના 6:30 વાગ્યે શરૂ થશે અને રાતે આશરે 1 વાગ્યા સુધી ચાલશે. ઈવેન્ટમાં 3,500 થી વધુ દર્શકો હાજર રહેશે. તમે આ ફિનાલે Sony LIV અથવા watchmissworld.com પર જોઈ શકો છો.
View this post on Instagram
જ્યુરી મેમ્બર્સ કોણ હશે?
આ વર્ષે મિસ વર્લ્ડના જ્યુરી પેનલમાં બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ પણ સામેલ છે. તેમને આ પ્રસંગે Miss World Humanitarian Award થી પણ સન્માનિત કરાશે. તેમના સાથે મિસ ઈંગ્લેન્ડ 2014 ડૉ. કેરિના ટેરલ અને સામાજિક કાર્યકર સુધા રેડ્ડી પણ પેનલમાં હશે. મુખ્ય અધ્યક્ષ તરીકે જુલિયા મોરલે હશે, જેઓ મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનની CEO છે.
View this post on Instagram
ખાસ અતિથિ અને પરફોર્મર્સ
મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સાથે જૅકલિન ફર્નાન્ડિઝ અને ઈશાન ખટ્ટર પણ લાઈવ પરફોર્મન્સ આપશે. શોનું હોસ્ટિંગ એન્કર સચિન કુંભાર કરશે.
નંદિની ગુપ્તા તાજ જીતી શકશે?
ભારતે અત્યારસુધીમાં છ વખત મિસ વર્લ્ડનો તાજ જીત્યો છે. જો નંદિની ગુપ્તા આ વર્ષે વિજેતા બને છે, તો તે ભારત માટે ગૌરવની ક્ષણ હશે. તેમને હાલની વિજેતા ક્રિસ્ટિના પાયજ્કોવા તાજ પહેરાવશે.