ટીવી એકટર રાહુલ દીક્ષિતે મુંબઇમાં આત્મહત્યા કરી લીધી છે. બુધવારના રોજ આત્મહત્યાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આત્મહત્યનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. 28 વર્ષના રાહુલે પોતાના ઓશિવારા સ્થિત ઘરમાં જ ફાંસીએ લટકી ગયો હતો.
એકટરે કયા કારણોસર પોતાનો જીવ ગુમાવી દીધો તે હજુ સામે આવ્યું નથી. પરંતુ રાહુલના પિતા મહેશ દીક્ષિત દીકરાના અચાનક નિધનના સમાચાર સાંભળી સ્તબ્ધ થઇ ગયા છે. તેના ફેસબુક પર દીકરાના નિધનને લઇ દુ:ખ વ્યકત કર્યું છે. સાથો સાથ એક પોસ્ટમાં લખ્યું- દુનિયાને કેમ છોડીને જતો રહ્યો રાહુલ. એકટરના પિતા ફેસબુક પર દીકરાના નિધન સાથે જોડાયેલી કેટલીક પોસ્ટ શેર કરી રહ્યા છે. તેમણે રૂપાલી કશ્યપ નામની મહિલાને દીકરાના સુસાઇડ માટે જવાબદાર ગણાવ્યા છે.