બોલિવુડની ફેમસ સિંગર નેહા કક્કડ હાલમાં જિંદગીના મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. તેની ઑફિશ્યલી ત્રણ મહિલા પહેલા શરૂ થયેલા રિલેશનશિપનો અંત આવી ગયો છે. નેહા કક્કડ પોતાનાથી એક વર્ષ નાના બોલિવૂડ એક્ટર હિમાંશ કોહલીને ડેટ કરી રહી હતી પરંતુ હવે તેમનું બ્રેકઅપ થઇ ગયુ છે. આ કપલે એકબીજાને સોશ્યલ મીડિયા પરથી અનફૉલો કરી દીધા છે. આ સિવાય બંનેએ સોશ્યલ મીડિયા પરથી એકબીજાના ફોટોઝ પણ ડિલીટ કરી દીધા છે.
તાજેતરમાં જ નેહા ધૂપિયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પછી પોસ્ટ કરી હતી અને પોતાનું દર્દ વ્યકત કર્યુ હતુ. તેણે લખ્યુ હતુ કે, ”મેં મારું બધું જ આપી દીધું અને મને બદલામાં શું મળ્યું…હું શૅર પણ નથી કરતી કે શું મળ્યું.” ઉલ્લેખનીય છે કે, ચાહકો નેહા તથા હિમાંશના લગ્નની રાહ જોતા હતાં. થોડા સમય પહેલાં જ ‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર હિમાંશ કોહલીએ નેહાને પ્રપોઝ કર્યું હતું.
નેહાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ”મને ખ્યાલ નથી કે આ દુનિયામાં આટલા ખરાબ લોકો પણ રહે છે. બધું જ ગુમાવ્યા બાદ હવે હોશમાં આવ્યા તો પણ શું. મને ખ્યાલ છે કે હું એક સેલિબ્રિટી છું અને હું આવું લખું તેવી આશા કોઈને નહીં હોય પરંતુ આખરે હું એક માણસ છું. આજે હું વધુ પડતી ભાંગી પડી છું અને તેથી જ મારી લાગણીઓને કંટ્રોલ કરી શકું એમ નથી. મને ખ્યાલ છે કે હવે તમામ લોકો વાત કરશે અને મને આ જ વાત પર જજ કરશે. ખબર નહીં લોકો શું બોલશે. કેટલાંક લોકો તો એવી વાતો પણ કરશે, જે મેં ક્યારેય કરી જ નથી પરંતુ મને આની આદત પડી ગઈ છે. બધું સાંભળવાની અને હવે સહન કરવાની. મને ખ્યાલ છે કે સેલિબ્રિટિઝના 2 ચહેરાઓ હોય છે. એક પર્સનલ તથા એક પ્રોફેશનલ. પર્સનલ લાઈફ ભલે ગમે તેટલી ખરાબ ચાલતી હોય પરંતુ પ્રોફેશનલ લાઈફમાં હંમેશા હસતા રહેવું પડે છે.”