પરિણીતી ચોપડા વિશે એક મહત્સવના સમાચાર સામે આવ્યા છે કે તે ‘અગ્નિપથ’ ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ચરિત દેસાઈને ડેટિંગ કરી રહી છે. આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે પરિણીતીની બહેને પ્રિયંકાની એક ખાનગી પાર્ટીમાં ચરિતને જોયા. એ સમયથી ચર્ચા ચાલી રહી છે.
પરિણીતી ચોપડા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘કેસરી’ ના પ્રમોશનમાં છે. પ્રમોશન દરમિયાન તેમની લવ લાઇફથી લઇને સતત તેને પ્રશ્નો પૂછવામાં આવે છે. પરિણીતીએ હાલમાં જ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે “જો હું તમને પ્રામાણિકપણે કહું તો હજુ મારી લવ-લાઇફ વિશે વાત કરવા તૈયાર નથી. મારા મતે આ યોગ્ય સમય નથી. મારી લવ-લાઇફ વિશે તમામને જાણકારી મળી ગઇ છે, જ્યારે યોગ્ય સમય આવશે. દરેક વિચારતા હશે કે હુ મારી લવ-લાઇફને છૂપાવી રહી છું પરંતુ એવું કંઈ નથી. ‘