વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ની રિલીઝ તારીખને બદલ્યા બાદ શનિવારે વિવેક ઓબેરોયે ફિલ્મનું એક નવું પોસ્ટર શેર કર્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ ફિલ્મને હજી સુધી સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ પણ મળ્યું ન હતું. અગાઉ આ ફિલ્મ લોકસભા ચૂંટણી પહેલા પાંચમી એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ કેટલાક કારણોસર ફિલ્મની રિલીઝ ડેટ આગળ લંબાવવામાં આવી હતી.
વિવેક ઓબરોય અભિનિત ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ હવે 11મી એપ્રિલે રિલીઝ થશે. વિવેક ઓબેરોયે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરીને લખ્યું કે, ‘બધાના આશીર્વાદ, પ્રેમ અને મદદ માટે ખૂબ ખૂબ આભાર. ભારતની ન્યાય વ્યવસ્થાનો પણ આભાર. અમને આશા છે કે તેમને આ ફિલ્મ ગમશે જ.’