આંખના પલકારે ઈન્ટરનેટ સેન્સેશન બનેલી પ્રિયા પ્રકાશ વોરિયર હવે બોલિવૂડમાં પદાર્પણ કરવા જઈ રહી છ. તેની સર્વ પ્રથમ હિન્દી ફિલ્મ શ્રીદેવી “બંગલા”નું ટ્રેલર લોન્ચ થયું છે. પરંતુ ટ્રેલર લોન્ચ થવાની સાથે જ ફિલ્મ વિવાદમાં આવી ગઈ છે. બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીના નામે બનેલી આ ફિલ્મથી કપૂર ફેમિલી ખાસ્સી ક્રોધિત થયેલી જણાય છે. શ્રીદેવીના પતિ બોની કપૂરે ફિલ્મના નિર્દેશક પ્રશાંત મૈમુલીને કાયદેસરની નોટીસ આપી છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ ફિલ્મના ટ્રેલરને લઈ લોકોએ ખાસ્સી નારાજગી વ્યક્ત કરી છે.
પ્રિયા પ્રકાશની પ્રથમ બોલિવૂડ ફિલ્મ શ્રીદેવી બંગલામાં તે શ્રીદેવીનો રોલ ભજવી રહી છે. જોકે, ફિલ્મના નિર્દેશકનું કહેવું છે કે આ ફિલ્મ બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીના જીવન સાથે ફિલ્મને કોઈ નિસ્બત નથી. ફિલ્મમાં પ્રિયા પ્રકાશ એવી હિરોઈનની ભૂમિકા ભજવી રહી છે જે લાઈમ લાઈટમાં રહ્યા બાદ એકલતા અને ડિપ્રેશનથી ઝઝૂમી રહી છે. તેને સિગારેટ પીવાની કૂટેવ છે. ફિલ્મના ટ્રેલરમાં આવા ડ પ્રકારના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.
13મી જાન્યુઆરીએ રિલીઝ કરાયેલા ટ્રેલરાં અંતે હિરોઈનને બાથ ટબમાં ડૂબતી દર્શાવાઈ છે. નોંધનીય છે કે શ્રીદેવીનું મોત પણ બાથ ટબમાં ડૂબી જવાના કારણે થયું હતું. શ્રીદેવીના પતિ બોની કપૂરે ડાયરેક્ટરને લીગલ નોટીસ ફટકારી છે. જ્યારે પ્રોડ્યુસરનું કહેવું છે કે ફિલ્મ સસ્પેન્સ થ્રીલર છે. શ્રીદેવી જેવું એક પ્રખ્યાત નામ થી ફિલ્મ બનાવી છે. બોની કપૂરે નોટીસ મોકલી છે તો તેનો સામનો કરવામાં આવશે અને જવાબ આપવામાં આવશે. જ્યારે સોશિયલ મીડિયામાં ફિલ્મના ટ્રેલર જોઈ લોકોએ ગુસ્સો અને નારાજગી દર્શાવી છે.