ટીવી શો કોફી વિથ કરણમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ દેશ બહારની મહિલાઓ માં રોષની લાગણી વ્યાપી છે એવામાં બીસીસીઆઈ પણ તેના પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. મુંબઈના એક જીમ દ્વારા હાર્દિક પંડ્યાની મેમ્બરશીપ પણ રદ્દ કરી દેવામાં આવી છે જયારે કેટલીક જાહેરાતો ના કોન્ટ્રાક્ટ પણ રદ્દ થયા છે. એવામાં આજે વડોદરા શહેરના અંબાલાલ પાર્ક ખાતે મહિલાઓ એ હાર્દિક પંડ્યા નું પુતળાદહન કરી વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરાની મહિલા સુરક્ષા સમિતિ ની કાર્યકરો એ આજે હાર્દિક પટેલનું પુતળા દહન કરી અને હાર્દિક પંડ્યા અને કે.એલ રાહુલ સામે મહિલાઓ વિરુદ્ધ ટીપ્પણી કરવા બદલ ફોજદારી ગુન્હો નોંધાવાની તૈયારી દર્શાવી હતી. સાથે સાથે બરોડા ક્રિકેટ એશોસિએશનનું સભ્ય પદ પણ રદ્દ કરવાની માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોફી વિથ કરન ના શોમાં આડેધડ નિવેદનો કર્યા બાદ હાર્દિકે ટવીટ કરીને માફી માંગી હતી જયારે બીસીસીઆઈ ની શોકોઝ નોટીસમાં પણ તેને વિવાદિત નિવેદન બદલ બિનશરતી માફી માંગી હતી.