અભિનેતા ઋતિક રોશને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે એના પિતા ફિલ્મ મેકર રાકેશ રોશનને થોડાક સપ્તાહ પહેલા Squamous Cell Carcinoma નો પહેલા સ્ટેજ હોવાનું સામે આવ્યું છે. સામાન્ય ભાષામાં એને સમજીએ તો રાકેશ રોશનને એક પ્રકારનું કેન્સર છે. એમાં એબનોર્મલ સેલ્સનો ગ્રોથ ગળામાં વધી જાય છે.
ઋતિક રોશન એ રાકેશ રોશન સાથે જિમમાં વર્કઆઉટ દરમિયાન એક ફોટો પોસ્ટ કર્યો છે. એમાં એને લખ્યું, મે આજે સવારે ડેડને વર્કઆઉટ માટે પૂછ્યું, મને ખબર હતી કે એ સર્જરીના દિવસે પણ વર્કઆઉટ કરવાનું છોડશે નહીં, તાજેતરમાં ગળામાં Squamous Cell Carcinoma ની જાણ થઇ છે. આજે એ એમની જંગ લડશે. અમે સૌભાગ્યશાળી છે કે અમારા પરિવારને તમારા જેવા લીડર મળ્યા. રાકેશ રોશનના વર્કફ્રંન્ટની વાત કરીએ તો એ હાલ ક્રિશ 4 ની તૈયારીમાં લાગેલા છે. આ ફિલ્મમાં એક વખત ફરીથી રાકેશ રોશન પુત્ર ઋિતક રોશનની સાથે કામ કરશે. આ ફિલ્મની પહેલાની સીરિઝ પણ હિટ રહી છે.
જો કે આ પહેલા ઇરફાન ખાનને ન્યૂરો ઇન્ડોક્રાઇન ટ્યૂમર અને સોનાલી બેન્દ્રેને કેન્સર હોવાની માહિતી બધાને ચોંકાવી દીધી હતી. સોનાલી બેન્દ્રે ન્યૂયોર્કમાં સાત મહિના સારવાર કરાવીને મુંબઇ પરત આવી છે. ઇરફાન ગત માર્ચથી લંડનમાં પોતાની બીમારીની સારવાર કરાવી રહ્યો છે.